
કોચિંગ સહાય યોજના 2022 |Tuition Sahay scholarship information in Gujarati | ટ્યૂશન સહાય યોજના 2022 | Tuition Sahay Yojana Apply Online | (બિન અનામત શૈક્ષણિક લોન યોજના)

પ્રિય વાંચકો આજે આઓને આ આર્ટીકલ દ્વારા કોચિંગ સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.
આજકાલ Tuition આપની શિક્ષણ પ્રણાલીનો ખુબ જ આવશ્યક ભાગ બની ગયો છે. અને કોચિંગ કરવાની ફીસ ખુબ ઉંચી છે. જેથી નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો કોચિંગ સેન્ટરો દ્વારા લેવામાં આવતી રકમ ચૂકવી શકતા નથી.તેથી ટ્યુશન સહાય યોજના હેઠળ GUEEDC બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય તરીકે લોન પ્રદાન કરે છે. જેને “બિન અનામત આયોગ” તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્યમાં અલગ-અલગ નિગમ આવેલા છે. કે જેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની સ્થાપના વર્ષ 2018-19 દરમિયાન કરવામાં આવી હતી. જેને આપણે “બિન અનામત આયોગ” તરીકે પણ ઓળખીએ છીએ. ટ્યુશન સહાય યોજના દ્વારા ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે ટ્યુશન ફીસ તરીકે રૂ.15,000/- સરકાર આપશે.
બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. આ આયોગ દ્વારા ભોજન બીલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ યોજનાઓ ચલાવવમાં આવે છે. આ યોજનાઓનો લાભ બિન અનામત આયોગ ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાશે.
યોજનાનું નામ :- | ટ્યુશન સહાય યોજના 2022 |
વિભાગનું નામ :- | GUEEDC Gujarat |
લાભાર્થી :- | બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ |
હેલ્પ લાઈન નંબર :- | 079-23258688 / 079-23258684 |
મળવાપાત્ર લાભ :- | 15000/- ટ્યુશન ફી તરીકે |
અરજી ની રીત :- | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ :- | અહીં ક્લિક કરો |
Home Page :- | અહીં ક્લિક કરો |
ટ્યુશન યોજના 2022 નો ઉદેશ્ય :-
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ટ્યુશન સહાય યોજનામાં ધોરણ 10માં 70% થી વધુ અને ધોરણ 11મા કે 12મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર વર્ષે રૂ. 15,000/- સહાય માટે પાત્ર છે. વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એઇડ (D.B.T.) દ્વારા પાત્ર બનશે. 15,000/- વાર્ષિક અથવા વાસ્તવમાં ચૂકવેલ ફી બેમાંથી જે ઓછું હોય તે સ્વીકાર્ય રહેશે. ઉમેદવારને આ સહાય વર્ષમાં માત્ર એક જ વાર મળશે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સહાય બેંક દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ટ્યુશન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય :-
જે પણ વિદ્યાર્થી મિત્રો આ ટ્યુશન સહાય યોજનામાં અરજી કરવા માંગે છે. તેમને સરકાર દ્વારા દર વર્ષે એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં 15,000 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સહાય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે ડાયરેક્ટ (DBT) દ્વારા પાત્ર બનશે આ સહાય એ વિદ્યાર્થી દ્વારા એક વર્ષમાં માત્ર એક વાર મળવા પાત્ર થશે. તેમજ આ ટ્યુશન સહાય યોજના 2022 નો લાભ લેવા માટે પાત્રતા નક્કી કરવામાં આવેલી છે.
ટ્યુશન સહાય યોજના માટેની પાત્રતા :-
- જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરે છે.
- કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ, કંપની એક્ટ-2013 અથવા કો-ઓપરેટિવ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ હોવી જોઈએ.
- કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 3 વર્ષથી વધુ સમયથી કાર્યરત હોવી જોઈએ.
- કોચિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓનો વર્ગ ચાલતો હોવો જોઈએ.
- કોચિંગ સેન્ટરનો પોતાનો GST નંબર હોવો આવશ્યક છે.
- કોચિંગ ફી શાળાની ફીમાં સામેલ થવી જોઈએ નહીં.
- કૌટુંબિક આવક 4,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
ટ્યુશન સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી પુરાવા :-
જે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા ટ્યુશન શાળા યોજના માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે તેમને નીચે આપેલા દસ્તાવેજો ની જરૂરિયાત રહેશે.
- આધારકાર્ડ રહેઠાણના પુરાવા.
- આવકનું પ્રમાણપત્ર.
- વિદ્યાર્થીના 10 માં ની માર્કશીટની નકલ.
- વિદ્યાર્થીના ઉંમરનો પુરાવો.
- વિદ્યાર્થી જ્યાં કોચિંગ સેન્ટર જઈ રહ્યો છે તે કોચિંગ સેન્ટરની વિગતો.
- જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે શાળામાં ચાલુ વર્ષનું પ્રમાણપત્ર જેને બોનોફાઇડ સર્ટીફીકેટ તરીકે ઓળખવામાં આવે છે.
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
- અરજી કરનાર વિદ્યાર્થીના બેંકના પાસબુક ની પ્રથમ પાનાની નકલ.
ટ્યુશન સહાય યોજનાઅરજી પ્રક્રિયા How to Online Apply :-
ટ્યુશન સહાય યોજનાનો લાભ લેવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સહાય ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવેલ છે.
- સૌપ્રથમ “Bin Anamat Aayog” ની વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
- ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Help Scheme for JEE-GUJCET-NEET-Exams” પર ક્લિક કરવું.
- જેમાં “જી, નીટ અને ગુજકેટ” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “Apply Now” ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)” પર ક્લિક કરો.
- ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે.
- જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login” પર ક્લિક કરવાનું રહેશે.
- Username, Password અને Captcha Code નાખીને GUEEDC Login કરવાનું રહેશે.
- હવે “Login” પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
- પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને “Confirm Application” પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
ટ્યુશન સહાય યોજના માટે સંપર્ક સૂત્ર :-
નિગમનું નામ :- | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
સરનામું :- | Office Address:- Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010 |
ફોન નંબર :- | 079-23258688 / 079-23258684 |
સત્તાવાર વેબસાઈટ :- | અહી ક્લિક કરો |
FAQs of ટ્યુશન સહાય યોજના :-
1 :- ટ્યુશન યોજના ની છેલ્લી તારીખ કઈ છે?
Ans :- ટ્યુશન સહાય યોજના ની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2022 છે.
2 :- ટ્યુશન સહાય યોજના નો લાભ એક વર્ષમાં કેટલીવાર મળવાપાત્ર થશે?
Ans :- દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
૩ :- ટ્યુશન સહાય યોજનામાં મળવાપાત્ર રાશિ કેટલી છે?
Ans :- ટ્યુશન સહાય યોજનામાં વધુમાં વધુ ૧૫ હજાર રૂપિયા જેટલી મળવાપાત્ર છે.
નોધ :- ટ્યુશન સહાય યોજના અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે.
સારાંસ :-
Hello! મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને આ આર્ટીકલ તમને મદદ રૂપ બને તેવી અમે ચોક્કસ પણે કોશીસ કરી છે આશા છે કે આ આર્ટીકલ તમને મદદ રૂપ બને.
જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય
તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.
કોઈ મુજવણ હોયતો નીચે ‘Comment’ કરીને જરૂરથી જણાવો.