
Satyvadi Raja Harishchandra yojana | Marnotar Sahay Yojana Gujarat | Raja harishchandra sahay | antim vidhi Sahay | e-samaj kalyan yojana
આ યોજના રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના લોકો માટે કે જેઓ આર્થીક રીતે પછાત છે. અને નબળા હોય તેવા લોકો ના પરિવાર જનો માંથી કોઈ નું મુત્યુ થાય અને તે પછી તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે તો સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે છે. જેના દ્વારા તેઓને આર્થિક રીતે ઘણો ટેકો મળે છે.
Satyvadi Raja Harishchandra yojana શું છે
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર યોજના સહાય યોજના એ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે. કે જેમાં રાજ્યના અનુસુચિત જાતીના ગરીબ અને પછાત વર્ગના લોકોને તેમના પરિવારમાંથી કોઈનું મરણ થાય તો તેમની મરણોત્તર વિધિ માટે સરકાર તરફથી 5,000/- રૂપિયાની આર્થીક સહાય કરવામાં આવે છે.
આ યોજના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોય તેમના પરિવારમાંથી કોઈપણ એ આ સહાય માટે e-samaj kalyan portal પર જયીને ઓનલાઈન અરજી કરવાની રહે છે. તે પછી તેમને આં સહાય મળવા પાત્ર હોય છે.
Satyvadi Raja Harishchandra yojana
યોજના નું નામ | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
સહાય | 5,000/- રૂપિયા |
ઉદ્દેશ | અનુસૂચિત જાતિના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | અહીં ક્લિક કરો |
PDF Form Download – અહીં ક્લિક કરો
Satyvadi Raja Harishchandra yojana | પાત્રતા
આ યોજના રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અનુસુચિત જાતીના લોકો ને તેમના પરિવારજનો માંથી કોઈના મુત્યુ ની મરણવિધિ માટે આર્થિક મદદ કરવાના હેતુ થી આપવામાં આવે છે. જેના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- મૃત્યુ પામનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના હોવા જોઈએ
- અરજી કરનાર અરજદાર અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોઈ તે વ્યક્તિ નું મરણ નોંધણી નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- મરણ થયેલ વ્યક્તિ નાં પરિવાર માંથી કોઈ એકજ વ્યક્તિ ને આ સહાય મળવાપાત્ર છે.
- અને મરણ નાં 6 માસ ની અંદર જ સહાય માટે અરજી કરવાની રહેશે.
Satyvadi Raja Harishchandra yojana
આવક મર્યાદા
આ યોજના મેળવવા માટે મુત્યુ પામનાર વ્યક્તિના પરિવારમાંથી કોઈ એક સભ્યને આ સહાય મળે છે. એ પરિવારના એક વ્યક્તિની વાર્ષિક આવક મર્યાદાનો દાખલો રજુ કરવાનું રહેશ. જે વાર્ષિક મર્યાદા નીચે દર્શાવેલ છે.
- ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ.
- શહેરી વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ.
Satyvadi Raja Harishchandra yojana
Documents Required | આધાર પુરાવા
- મૃત્યુ પામેલ વ્યક્તિ નું આધારકાર્ડ
- મૃત્યુ થયેલ વ્યકિત નું મરણ નું પ્રમાણપત્ર
- મૃત્યુ પામેલી વ્યક્તિનું રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું આધાર કાર્ડ
- મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદાર ની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ
- અરજદાર નું વાર્ષિક આવક મર્યાદા નો દાખલો
- અરજદાર નું સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
Satyvadi Raja Harishchandra yojana
Online Apply | અરજી પ્રક્રિયા
અરજદારે આ યોજના નો લાભ લેવા માટે ગુજરાત સરકારીની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે માટે પગલા નીચે મુજબ છે.
- સૌથી પેહલા તમારે ગુગલ સર્ચ પર જઈને e-સમાજ કલ્યાણ સર્ચ કરવાનું રહેશે. ત્યાં પ્રથમ પેજમાં દેખાતી વેબસાઈટ પર જાઓ.જ્યાં તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો. તે પછી તમારે નેવું આઈડી અને પાસવર્ડ બાનાવવો પડશે.
- જો તમે પાસવર્ડ અને આઈડી બનાવ્યું છે યો હવે તમારે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર login કરવું પડશે. પાસવર્ડ અને આઈડી દાખલ કરો પછી કેપ્ચા અને લોગીન દાખલ કરો.
- હવે લોગીન કર્યા પછી જે પેજ ખુલશે તે તમામ અનુસુચિત જાતી યોજનાઓ બતાવશે જેમાં તમારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજાનામાં જવું પડશે.
- હવે આ સ્કીમ પર ક્લિક કર્યા બાદ આખી ઓનલાઈન એપ્લિકેશન ખુલશે. જેમાં કુલ 4 વિભાગમાં અરજી ભરવાની રહેશે.
- અરજી વિભાગ > 1- અંગત માહિતી, 2- અરજીની વિગતો, 3- દસ્તાવેજની વિગતો અને 4- નિયમો અને શરતો. આમ આ 4 વિભાગો કાળજીપૂર્વક ભરવાના રહેશે.
- પર્શનલ માહિતીમાં અરજદારનું નામ, સરનામું, જાતિ અને મોબાઈલ નંબર વગેરે ભરવાના હોય છે.
- અરજીની વિગતોમાં મૃત વ્યક્તિનું નામ, સરનામું, મૃત્યુની તારીખ, આવક મર્યાદા વગેરેનો સમાવેશ થવો જોઈએ.
Satyvadi Raja Harishchandra yojana
Important Link | મહત્વપૂર્ણ લીંક
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
સત્તાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
HomePage | અહીં ક્લિક કરો |