પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ઓનલાઈન અરજી
Yojna NEWS Trending News

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ઓનલાઈન અરજી

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

PMSYM Yojana in Gujarati પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના 2022 ઓનલાઈન અરજી ફોર્મ – હમણાં જ ઓનલાઈન અરજી કરો અને દર મહિને રૂ. 3000 મેળવો. જો તમે પણ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શું છે? આનાથી શું ફાયદો? અને તેના માટે અરજી કેવી રીતે કરવી? વગેરે માટે જાણવા માંગો છો તો તમે યોગ્ય સ્થાને આવ્યા છો.

દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં PM Kisan Yojana, અટલ પેન્‍શન યોજના વગેરે. પરંતુ આજે પીએમ શ્રમ યોગી માનધન યોજના શું છે, આપણે તેમાં કેવી રીતે નોંધણી કરાવી શકીએ? અને આ યોજના સંબંધિત દરેક માહિતી આ આર્ટીકલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કરીને તમે ઓનલાઈન તપાસ કરી શકો અને અરજી કરી શકો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

પીએમ શ્રમ યોગી માનધન યોજના હેઠળ, 18 વર્ષની ઉંમરે અરજી કરનાર વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી, ન્યૂનતમ પેન્શનની રકમ તરીકે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PMSYM) યોજનાની જાહેરાત વર્ષ 2019 માં કરવામાં આવી હતી અને 15 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારો નીચે આપેલ લિંકની મુલાકાત લઈને PMSYM ઓનલાઈન નોંધણી કરી શકે છે. આ લેખ દ્વારા PMSYM 2022 ઑનલાઇન ફોર્મ, પાત્રતા, સ્થિતિ, સૂચિ, લાભો અને ઘણી વધુ વિગતો મેળવી શકે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામ PMSYM Yojana in Gujarati
યોજનાની શરૂઆત 15 ફેબ્રુઆરી 2019
લાભાર્થી અસંગઠિત ક્ષેત્રના કામદારો
યોજનાનો ઉદેશ્ય વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનો
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઇન/ઓફલાઇન

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનો છે. જેથી અસંગઠિત ક્ષેત્રના મજૂરવર્ગ પણ 60 વર્ષની ઉંમર પછી પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે. તે પોતાની વૃદ્ધાવસ્થા સ્વાભિમાન સાથે જીવે. અને બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર ના પડે. પેન્શનમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને, તે તેમના ખોરાક, પીવા, કપડાં, દવા વગેરેની આવશ્યક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મેળવી શકે છે.

આ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો મજૂર હોવો જોઈએ.
 • અરજદારની માસિક આવક રૂ. 15000 થી વધુ ન હોવી જોઈએ.
 • અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ.
 • આવકવેરા દાતાઓ/કરદાતાઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
 • અરજદારને EPFO, NPS અને ESIC હેઠળ આવરી લેવામાં આવવો જોઈએ નહીં.
 • અરજદાર પાસે આધાર કાર્ડ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ અથવા જન ધન બેંક એકાઉન્ટ (IFSC કોડ સાથે) હોવું આવશ્યક છે.

રેલ કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • અરજદારનું આધાર કાર્ડ
 • અરજદારનું ઓળખપત્ર
 • અરજદારના બેંક ખાતાની પાસબુક
 • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • અરજદારનું સંપૂર્ણ સરનામું
 • અરજદારનો મોબાઇલ નંબર

યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી ?

 • PM શ્રમ યોગી માનધન યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરાવી શકે છે.
 • અરજદારે તેના તમામ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે સાથે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ.
 • આ પછી તમારે તમામ જરૂરી ડોકયુમેંટ જન સેવક કેન્દ્રના એજન્ટને સબમિટ કરવાના રહેશે જેથી કરીને એજન્ટ તમારું પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનું ફોર્મ ભરી શકે. ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ નીકાળી લો.
 • એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટઆઉટ સંભાળીને રાખો જેથી કરીને તમે PMSYM યોજનાની સ્થિતિ ચકાસી શકો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના મહત્વપૂર્ણ લીંક

સતાવાર સાઈટ Click Here
HomePage Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *