Yojna

પીએમ કિસાન યોજના 2022 | PM Kisan Yojana – 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

શું છે પીએમ કિસાન યોજના 2022

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને અહી ગામડાના 90% લોકો ખેતી પર નિર્ભર છે. પરંતુ દેશના ખેડૂતોની સ્થિતિ થોડી નબળી છે, માટે ભારત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે ઘણી બધી નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી એક પીએમ કિસાન યોજના 2022 પણ છે.

ભારત સરકાર ની આ યોજના અંતર્ગત ખેડૂત ને ખેતીમાં ઉપયોગી થવા માટે પ્રતિ વર્ષ 6,000/- રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો વર્ષ ના પ્રથમ 4 માસ માં, બીજો હપ્તો માસ ના બીજા 4 માસ માં અને ત્રીજો હપ્તો વર્ષ ના અંતમાં ચૂકવવામાં આવે છે.

પીએમ કિસાન યોજના 2022
પીએમ કિસાન યોજના 2022
Hello! મિત્રો, આપને જાણીએ છીએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતો ના હિત માટે શરુ કરવામાં આવેલી પી.એમ કિસાન યોજના 2022 એટલે કે પ્રધાનમંત્રી કિસાન યોજના વિષે બહુ સારી રીતે જાણીએ છીએ. દેશ ના કરોડો ખેડૂતો ની આર્થિક સ્તીથી સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે સરકાર દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેના દ્વારા ખેડૂતો ને આર્થિક લાભ આપવામાં આવે છે.આવી જ એક યોજના PM Kisan Yojana છે. સરકાર ની આ યોજના પીએમ કિસાન યોજના 2022 અંતગર્ત તાજેતર માં 31 મેં ના રોજ 11 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં નાખવામાં આવ્યો છે. આમ ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતગર્ત આજ દિન સુધી કુલ 11 હપ્તા લાભાર્થી ખેડૂતો ના બેંક ખાતામાં ટોટલ 22,000/- રૂપિયા પ્રતિ ખેડૂત લાભાર્થી ને ચુકવવા માં આવ્યા છે.
દેશના કોઈપણ ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022 માટે official website ‘pmkisan.gov.in’ પર જઈને ફોર્મ ભરી શકે છે. પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે અરજદાર સંપૂર્ણ પાત્રતા પૂર્ણ કરતો હોવો જોઈએ. થોડી સંખ્યા માં ખેડૂતોનું વેરીફીકેશન અને કેટલાક રાજ્યો દ્વારા આ યોજનાનો અમલ ન કરવાને કારણે સમગ્ર બજેટનો વપરાસ ન થતો હોવાને કારણે આ વર્ષે કૃષિ મંત્રાલયે ખેડૂતોને નાણા આપવા માટે માત્ર 60,000 કરોડો રૂપિયાનું બજેટ રાખ્યું છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022

જો તમારે પમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી ફોર્મ ભરવા માંગો છો. તો તમે આ આર્ટીકલ દ્વારા જણાવેલ અરજી પ્રકિયા દ્વારા સરળતાથી અરજી ફોર્મ ભરી શકો છો. આ આર્ટીકલ,માં અમે પીએમ કિસાન યોજના સંબધિત તમામ જરૂરી માહિતી પ્રદાન કરીએ છે. વધુ માહિતી મેળવવા માટે આખો આર્ટીકલ વાંચો અને કોઈ પ્રશ્નો હોય તો comment માં કહી શકો છો.

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજના લાગુ કરનાર વિભાગ ખેડૂત કલ્યાણ મંત્રાલય
ઉદ્દેશ ખેડૂતોને આર્થિક મદદ કરવી
લાભ કોને મળશે તમામ ગરીબ ખેડૂતો ને
અરજીનો પ્રકાર ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in

યોજના ની સિદ્ધિ:-

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ ના તમામ મધ્યમ વર્ગ ના ખેડૂતોની સ્તીથી ધ્યાન માં રાખી ને 1 December 2018 ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન યોજના 2022) શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત આજ દિન સુધી ૯૦% મધ્યમ વર્ગ ના ખેડૂતો નો સમાવેશ કરી દેવાના આવ્યો છે. અને પ્રત્યેક ખેડૂતો દીઠ 11 હપ્તો એટલે કે 22,000 રૂપિયા ચુકવવાનું કરી દેવામાં આવ્યું છે.આ યોજના દ્વારા સરકાર નો ખેડૂતો ને મદદ કરવાનો હેતુ સિદ્ધ થવા પામ્યો છે.

માપદંડો:-

જે અરજદાર નીચે જણાવેલ માપદંડો ને અનુસરતો હશે તે જ અરજદાર પી.એમ કિસાન યોજના 2022 અંતર્ગત સહાય મેળવવા ને પાત્ર બનશે.

  • આવેદક ખેડૂત હોવો જોઈએ.
  • આવેદક ભારત દેશ નો રહેવાસી હોવો જોઈએ.
  • 18 વર્ષ થી વધુ ની ઉમર હોવી જોઈએ.
  • 2 હેક્ટર થી વધુ જમીન ધરાવતા ન હોવા જોઈએ.
  • ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ.
  • પેન્શનર ન હોવો જોઈએ.
  • સરકારી નોકરી ધરાવતો ન હોવો જોઈએ.

પીએમ કિસાન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

જે અરજદારો પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માંગે છે.તેમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા ની જરૂરત પડશે. તે બધા પુરાવા નું લીસ્ટ નીચે આપવામાં આવ્યું છે. તમામ ઉમેદવારો નીચે આપેલ યાદી દ્વારા પુરાવા સંબધિત તમામ માહિતી મેળવી શકે છે.

પુરાવા ની વિગત નીચે મુજબ છે.

  • સરનામાનો પુરાવો
  • ખેડૂતનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ખાતાની નકલ 
  • આવક પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો
  • ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જોઈએ
  • ખેડૂત અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

જો તમે ખેડૂત છો અને તમારી પાસે ઉપર જણાવેલ મુજબ પાત્રતા અને તમારી પાસે જરૂરી પુરાવા હોય તો તમે આ લાભ લેવા માટે અરજી કરી શકો છો જો તમે હજી સુધી ફોર્મ ના ભર્યું હોય તો તમે નીચે જણાવ્યા મુજબ સરળ સ્ટેપ દ્વારા ઓનલાઈન ફોર્મ આસાની થી ભરી શકો છો.

  • પીએમ કિસાન યોજના નું ફોર્મ ભરવા માટે, સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ માંથી Farmer Corner નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • નવું પેજ ઓપન થાય તેમાં ન્યૂ ખેડૂત રજીસ્ટ્રેશન ના વિકલ્પ પર ક્લિક કરો.હવે તમારો આધાર નંબર અહીં દાખલ કરો અને પછી કેપ્ચા કોડ ભરો. કેપ્ચા કોડ ભર્યા પછી, Click Here To Continue ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ Yes પર ક્લિક કરો.
  • Yes પર ક્લિક કર્યા પછી ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરીને Save પર ક્લિક કરો.

પીએમ કિસાન યોજના – બાકાત શ્રેણી

એવા ઘણા લોકો છે જે પીએમ કિસાન યોજના માટે પાત્ર નથી. આવા લોકોને પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા નહિ મળે. સંસ્થાકીય ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. આવા લોકો જે બંધારણીય હોદ્દા પર છે.તેઓ આ યોજના નો લાભ લઇ શકતા નથી.

જો અરજદાર વ્યક્તિ કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ પણ વિભાગ અથવા PSU અથવા કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરે છે. તો તેને આ યોજનાનો લાભ મળશે નહી. જે લોકો નિવૃત થઇ ગયા છે અને તેમને દર મહીને 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ પેન્સન મળે છે તેવા લોકો ને આ યોજના નો લાભ મળતો નથી. ઉચ્ચતમ આર્થીક દરરજાના લાભાર્થીઓ ની નીચેના વર્ગમાં આવતા લોકો આ યોજના થી મળતા લાભ મેળવી શકતા નથી.

  • દરેક સંસ્થાકીય માલિક.
  • વર્તમાન અને ભૂતપૂર્વ પ્રધાનો, રાજ્યના પ્રધાનો, પંચાયતોના જિલ્લા પ્રમુખો, મ્યુનિસિપલ કોર્પોરેશનોના મેયર, લોકસભા અથવા રાજ્યસભા અથવા રાજ્ય વિધાનસભા અથવા રાજ્ય વિધાન પરિષદના સભ્યો.
  • 10,000 અને તેથી વધુ માસિક પેન્શન સાથે કોઈપણ નિવૃત્ત અથવા નિવૃત્ત (વર્ગ IV / મલ્ટીટાસ્કિંગ / ગ્રુપ ડી કર્મચારીઓ સિવાય)
  • છેલ્લા કરવેરા વર્ષ દરમિયાન આવકવેરો ચૂકવનાર કોઈપણ.
  • બંધારણીય કાર્યોના વર્તમાન અને ભૂતકાળના ધારકો
  • તમામ નિવૃત્ત અને સક્રિય કર્મચારીઓ અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રાલયો અથવા કચેરીઓ અથવા વિભાગો અને તેના ક્ષેત્રીય એકમો અથવા કેન્દ્ર / રાજ્ય PES અને પેટાકંપની કચેરીઓ અથવા સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ અને કર્મચારીઓ સ્થાનિક સત્તાવાળાઓના નાગરિક સેવકો. (ક્લાસ IV / મલ્ટીટાસ્કીંગ સ્ટાફ / ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં).
  • ઇજનેરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલો, આર્કિટેક્ટ્સ જેવા વ્યાવસાયિકો વ્યવસાયિક એસોસિએશનમાં નોંધાયેલા છે અને પ્રેક્ટિસ કરીને વ્યવસાયનો અભ્યાસ કરે છે.

પીએમ કિસાન સન્માન નિધિ ફોર્મનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી છે અને તમે તમારી અરજી ની સ્તીથી તપાસ કરવા માંગો છો તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ફોર્મ ની સ્તીથી તપાસવા નીચે આપેલા સ્ટેપ ને અનુસરવા પડશે.

  • સ્ટેટ્સ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.
  • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે. તેમાં તમારે પર ફાર્મર કોર્નર પર જઈને સ્ટેટ્સ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ઇન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમારી સામે બીજું પેજ આવશે, જેમાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે અને Captcha Code સબમિટ કરવાનો રહેશે અને તે પછી Search બટન પર ક્લિક કરો.
  • આ પછી તમારા ફોર્મનું સ્ટેટસ તમારી સામે આવશે. આમાં તમારા ફોર્મની સંપૂર્ણ વિગતો આવે છે, તેમજ તમારી અરજી ક્યાં પેન્ડિંગ છે, તે પણ અહીં તમને જોવા મળે છે અને જો અરજી રિજેક્ટ થાય છે તો રિજેક્ટ થવાનું કારણ પણ લખેલું હોય છે.

પીએમ કિસાન યોજનામાં હપ્તાનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

  • સ્ટેટ્સ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ Farmer કોર્નર નો વિકલ્પ પસંદ કરો અને એમાં બેનીફિસરી સ્ટેટ્સ પર ક્લિક કરો.
  • બેનીફિસરી સ્ટેટ્સ નું પેજ ખોલ્યા બાદ તેમાં આધાર નંબર,બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરો.
  • આધાર,ખાતા નંબર અને મોબાઈલ નંબર લખ્યા પછી GET DATA પર ક્લિક કરો.
  • તે પછી તમે તમારા હપ્તા નું સ્ટેટ્સ ચેક કરી શકો છો.
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
પીએમ કિસાન લિસ્ટ અહીં ક્લિક કરો 
ફોર્મનું સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો 
હપ્તાનું સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો 

પીએમ કિસાન યોજના લિસ્ટ માં નામ કેવી રીતે ચેક કરવું?

જો તમે અરજી કરી છે અને પીએમ કિસાન યોજના ના લીસ્ટમાં તમારું નામ છે કે નહિ તેની તપાસ કરવા માંગો છો અથવા તમે તમારા સબંધી કે ગામના લોકોના નામ તપાસવા માંગો છો. કે જેઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તો તમે નીચે જણાવેલ પ્રક્રિયા મુજબ સરળતાથી તપાસ કરી શકો છો.

  • PM કિસાન યોજનાની યાદી જોવા માટે, પહેલાના Farmer Corner પર જાઓ અને પછી બેનીફિસરી લિસ્ટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, બ્લોકનું નામ અને ગામનું નામ પસંદ કરો અને તે પછી Get Report પર ક્લિક કરો.
  • આ બધું કર્યા પછી બીજા પેજમાં તમને જેટલા પણ ગામના ખેડૂતોને યોજનાનો લાભ મળતો હશે તેનું લિસ્ટ જોઈ શકો છો.

સારાંસ :-

Hello! મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને આ આર્ટીકલ તમને મદદ રૂપ બને તેવી અમે ચોક્કસ પણે કોશીસ કરી છે આશા છે કે આ આર્ટીકલ તમને મદદ રૂપ બને.

જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય

તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.

કોઈ મુજવણ હોયતો નીચે Comment કરીને જરૂરથી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *