IAF Agniveer Recruitment
Trending News

IAF Agniveer Recruitment 2022 | એરફોર્સે કરી અગ્નિવીરની નવી ભરતીની જાહેરાત | જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
IAF Agniveer Recruitment 2022: ભારતીય વાયુસેનાઓ નવી અગ્નીવીર વાયુ સેના ભરતી માટેની તારીખોની જાહેરાત કરી છે. એરફોર્સે ટ્વીટ કરીને માહિતી જણાવી હતી કે નવી ભરતી (Air Force Agniveer Recruitment 2022) માટે તેની નોધણી પ્રક્રિયા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. તે જ સમયે, ભરતી માટેની પરીક્ષા જાન્યુઆરી 2023માં લેવામાં આવશે.
IAF Agniveer Recruitment 2022: વાયુસેનાએ 12 ઓક્ટોબરે તેની સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ સંબંધમાં ટ્વિટ કરી ને જણાવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે, કે ટૂંક સમયમાં જ ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી ઓફિસિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જાહેર કરવામાં આવશે. અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અગ્નીવીર વાયુ 2022માં એરફોર્સ દ્વારા ભરતી કરવામાં આવી છે. હવે 2023 માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. જેની નવેમ્બર મહિનામાં રેજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.
IAF Agniveer Recruitment 2022: ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરની ભરતી કરવા માટે સત્તાવાર રીતે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. કે આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર તારીખ 7 નવેમ્બર 2022 થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન વાયુસેના દ્વારા અગ્નીવીરની બીજી બેંચ માટે આ ભરતી કરવામાં આવશે. અને ત્રણેય સેનાઓમાં અગ્નીવીરની ભરતી માટે કેન્દ્ર સરકારે આ વર્ષે અગ્નીવીર તરીકે જોડાઈ શકશે. ઇન્ડિયન એરફોર્સ અગ્નીવીર વાયુસેના ભરતીની બધી જ માહિતી જાણવા માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો. 

IAF Agniveer Recruitment 2022: ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022 ભારતીય વાયુસેના દ્વારા અગ્નીવીરની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. વાયુસેનામાં અગ્નિવીરોનું નામ અગ્નિવીર વાયુ રાખવામાં આવ્યું છે. તો જેતે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી 4 વર્ષ માટે જ કરવામાં આવશે. 4 વર્ષ બાદ 75% અગ્નિવીરોને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે.

  સંસ્થાનું નામ   ભારતીય વાયુસેના
  પોસ્ટનું નામ   અગ્નિવીર વાયુ
  કુલ જગ્યાઓ   –
  અરજી પક્રિયા   ઓનલાઈન
  જોબ લોકેશન   ઇન્ડિયા
  ફોર્મની છેલ્લી તારીખ   23 નવેમ્બર 2022
  ઓફિશિયલ વેબસાઈટ   agnipathvayu.cdac.in

IAF Agniveer Recruitment 2022: ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022

ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023માં અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિસિયલ નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે.  ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે અમે નીચે લિંક આપેલ છે જેથી તમે ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરી શકશો.

IAF Agniveer Recruitment 2022: શૈક્ષણિક લાયકાત 

અગાઉની ભરતીની જેમ જ, જે ઉમેદવારોએ ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 12મા અથવા ત્રણ વર્ષના એન્જિનિયરિંગ ડિપ્લોમામાં ઓછામાં ઓછા 50% માર્કસ મેળવ્યા છે તેમને જોડાવાની તક આપવામાં આવી શકે છે.

જ્યારે, વિજ્ઞાન સિવાયના અન્ય વિષયો માટે, 50% ગુણ સાથે 12મું પાસ અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવનાર ઉમેદવારો આ માટે અરજી કરી શકશે.

IAF Agniveer Recruitment 2022: વય મર્યાદા 

ઉમેદવારની ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

IAF Agniveer Recruitment 2022: પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે –

  1. ઓનલાઈન ટેસ્ટ
  2. શારીરિક કસોટી
  3. મેડિકલ ટેસ્ટ
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
  5. ફાઈનલ મેરીટ લિસ્ટ
  • તબક્કો 1 – ઓનલાઈન ટેસ્ટ :-

ઓનલાઈન ટેસ્ટ ઑબ્જેક્ટિવ પ્રકારની હશે અને અંગ્રેજી પેપર સિવાય પ્રશ્નો દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) હશે. વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના બંને વિષયો પસંદ કરતા ઉમેદવારો માટેની ઓનલાઈન કસોટી એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે.

  • તબક્કો 2 – શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT):

ઓનલાઈન ટેસ્ટ માટે લાયક ઠરેલા ઉમેદવારોના નામ, CASB વેબ પોર્ટલ https://agnipathvayu.cdac.in પર દર્શાવવામાં આવશે અને નિયત તારીખે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) માટે નિયુક્ત ASC પર બોલાવવામાં આવશે. 6 મીનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવા માટે 1.6 કિમી દોડનો સમાવેશ થશે. શારીરિક ફિટનેસ ટેસ્ટ માટે પાસ થવા માટે ઉમેદવારોએ નિયત સમયમાં 10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ અને 20 સ્ક્વોટ્સ પણ પૂર્ણ કરવાના રહેશે.

  • તબક્કો 3 – મેડિકલ ટેસ્ટ:

અનુકૂલનક્ષમતા ટેસ્ટ-II માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને ચોક્કસ તારીખે નિયુક્ત મેડિકલ બોર્ડિંગ સેન્ટર (MBC) ખાતે તેમની તબીબી તપાસ માટે સંબંધિત ASCs પર તબીબી નિમણૂક પત્રો આપવામાં આવશે. તબીબી તપાસ એરફોર્સ મેડિકલ ટીમ દ્વારા IAF તબીબી ધોરણો અને વિષય મુદ્દા પર પ્રચલિત નીતિ અનુસાર કરવામાં આવશે. તબીબી તપાસમાં બેઝલાઇન ઇન્વેસ્ટિગેશનનો પણ સમાવેશ થશે.

IAF Agniveer Recruitment 2022: ઓનલાઈન ફોર્મ 

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓફિશિયલ વેબસાઈટ www.agnipath.cdac.in પર જઈને તારીખ 07 નવેમ્બર થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વર્ષ Customised Package (Monthly) In Hand (70%) Agniveers Corpus Fund (30%)
પ્રથમ વર્ષ Rs.30000/- Rs.21000/- Rs.9000/-
બીજું વર્ષ Rs.33000/- Rs.23100/- Rs.9900/-
ત્રીજું વર્ષ Rs.36500/- Rs.25550/- Rs.10950/-
ચોથું વર્ષ Rs.40000/- Rs.28000/- Rs.12000/-
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા   અહીં ક્લિક કરો 
ઓનલાઈન ફોર્મ ભરવા   અહીં ક્લિક કરો 
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા   અહીં ક્લિક કરો 
અન્ય નોકરીની માહિતી માટે   અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *