
ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું?
જાણો મતદાર IDને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક અને જાણો શા માટે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરો.

તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે,ન્યુઝ ડેસ્ક ECI મુજબ (Election Commission of India) કવાયતનો હેતુ મતદારોની ઓળખ સ્થાપિત કરવાનો અને મતદાર યાદીમાં પ્રવેશોને પ્રમાણિત કરવાનો તેમજ જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ એક મતદાર એકથી વધુ મત વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ન ધરાવતો હોય તેની ઓળખ કરવાનો છે. EPIC-આધાર સીડીંગ એ તમારા આધાર નંબરને તમારા ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયાનું બીજું નામ છે.
આ પ્રક્રિયા કેવી રીતે કરવી તેના માટે બધા લોકો મૂંઝવણમાં છે.આ માટે કેટલાક સ્ટેપસ્ (Step To Link Election card and Aadhar card) છે જે આ પ્રક્રિયા સમજવામાં ધણા ઉપયોગી છે.મોબાઈલ દ્વારા EPIC સાથે (Election Photo Identity Card) આધાર કાર્ડને ઓનલાઈન લિંક કરવા માટે, ECI એ નીચેના પગલાં શેર કર્યા છે.
- EPIC કાર્ડધારકે પહેલા (Android users માટે Google Play Store ) અથવા (iPhone users માટે App Store)પરથી મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ખોલો અને ‘હું સંમત છું‘ અને પછી ‘આગલું‘ પર ક્લિક કરો. દેખાતા વિકલ્પોમાં, પ્રથમ વિકલ્પ ‘મતદાર નોંધણી‘ પર ક્લિક કરો, અને પછી ‘ચૂંટણી પ્રમાણીકરણ ફોર્મ (ફોર્મ 6બી)‘ અને ‘ચાલો શરૂ કરો‘ પસંદ કરો.
- હવે, તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો. મોબાઈલ નંબર પર શેર કરેલ OTP દાખલ કરો અને પછી ‘Verify’ પર ક્લિક કરો
- આ પછી, પ્રથમ વિકલ્પ ‘હા મારી પાસે મતદાર ID છે‘ પસંદ કરો અને પછી ‘આગલું‘ ક્લિક કરો. હવે ‘મતદાર ID (EPIC)’ નંબર દાખલ કરો, ‘રાજ્ય‘ પસંદ કરો અને પછી ‘વિગતો મેળવો‘ અને ‘આગળ વધો‘ પર ક્લિક કરો.
- સ્ક્રીન પર દર્શાવેલ વિગતો દાખલ કરો અને પછી ‘આગલું‘ પર ક્લિક કરો. હવે, ‘આધાર નંબર‘, ‘મોબાઈલ નંબર‘, ‘પ્લેસ ઓફ એપ્લીકેશન‘ દાખલ કરો અને પછી ‘પૂર્ણ‘ પર ક્લિક કરો ફોર્મ 6બી પૂર્વાવલોકન પેજ પ્રદર્શિત થશે.
- વિગતો તપાસો અને ફોર્મ-6બીના અંતિમ સબમિશન માટે ‘પુષ્ટિ કરો’ પર ક્લિક કરો. અંતિમ પુષ્ટિ પછી ફોર્મ 6બી નો સંદર્ભ નંબર પ્રાપ્ત થશે.
આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવા માટે ઘણા રસ્તા છે જેમાં તમે ચૂંટણી કાર્ડ ની સતાવાર વેબસાઈટ NVSP દ્વારા, SMS દ્વારા, ફોન દ્વારા અને ઑફલાઈન.
NVSP દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધારને કેવી? રીતે લિંક કરવું.
NVSP પોર્ટલ દ્વારા મતદાર કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે પગલું-દર-પગલાની માર્ગદર્શિકા અનુસરો:
- STEP-1 : સૌપ્રથમ, NVSP સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://www.nvsp.in
- STEP-2 :
NVSP પોર્ટલના હોમ પેજ પર, એક બટન છે Voter Portal તેના પર ક્લિક કરો.
- STEP-3 :
તમને મતદાર પોર્ટલના નવા પેજ પર લઈ જવામાં આવશે
- STEP-4 :
તમારે પહેલા તમારા મોબાઈલ નંબર અને E-MAIL ID અથવા વોટર આઈડી નંબરથી LOGIN કરવું પડશે અને તમારે તમારો પાસવર્ડ આપવો પડશે. ( જો તમે પહેલી વાર આ ઉપયોગ કરો છો તો તમારે પહેલા REGIDTRATION કરવું પડશે પછી LOGIN કરવું પડશે)
- STEP-5 :
સફળતાપૂર્વક LOGIN થયા પછી તમારે ફક્ત તમારું નામ, જિલ્લો વગેરે જેવી મૂળભૂત માહિતી પ્રદાન કરવાની જરૂર છે, અને પછી Search બટન પર ક્લિક કરો.
- STEP-6 :
પછી તમારે ‘FEED AADHAR NUMBER’ પર ક્લિક કરવાનું રહેશે અને એક પોપ-અપ પેજ દેખાશે.
-
STEP-7 : તે પછી તમારે આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે
- STEP-8 : ત્યારબાદ તમારે ‘સબમિટ બટન’ પર ક્લિક કરવાનું રહેશે અને એક સંદેશ દેખાશે કે એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે.
મોબાઈલ દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને કેવી રીતે લિંક કરવું.
SMS દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું.
તમે તમારા EPIC કાર્ડ ને આધાર કાર્ડ સાથે પણ જોડી શકો છો:
- સૌપ્રથમ, તમારે મોબાઇલ ફોન સાથે સિમ કાર્ડ હોવું જોઈએ.
- અને SMS સેવા માટે, તમારે 166 અથવા 51969 પર ટેક્સ્ટ સંદેશ મોકલવો આવશ્યક છે.
- સંદેશ ECILINK <ખાલી જગ્યા> ચૂંટણી કાર્ડ નંબર <ખાલી જગ્યા>આધાર નંબર તરીકે ફોર્મેટ થયેલ છે.
- તમારે આ સંદેશ તમારા આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પરથી મોકલવો પડશે.
-
ત્યારબાદ તમને કન્ફર્મેશન મળશે કે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક થઈ જશે.
ઑફલાઇન મતદાર કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું.
- ઑફલાઇન પદ્ધતિ પણ સરળ છે અને તેને ‘બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા સીડિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે
- તમે અરજી ફોર્મ ભરીને અને તમારા સ્થાનિક ‘બૂથ લેવલ ઓફિસર (BLO)’ ને સબમિટ કરીને તમારા આધાર કાર્ડ ને તમારા મતદાર ID કાર્ડ સાથે લિંક કરી શકો છો.
- તે એકત્રિત થઈ ગયા પછી, ડેટાને પ્રોસેસ કરવા માટે બીજે ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવશે.
મતદાર ID સાથે આધાર લિંકની સ્થિતિ જોવા માટે શું કરવું?
ચૂંટણી કાર્ડ આધાર લીંક નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવા માટે પગલું-દર-પગલાની માર્ગદર્શિકા અનુસરો:
- તમે ઉપરોક્ત મુજબ કોઈપણ રીતે તમારી માહિતી મોકલ્યા પછી, સત્તાવાળાઓ તમારી અરજી મળતા ની સાથે જ પ્રક્રિયા કરવાનું શરૂ કરશે.
- તમારી અરજીની સ્તિથી ચકાસવા માટે તમારે NVSP પોર્ટલની સત્તાવાર વેબસાઇટ (https://www.nvsp.in) પર જવું પડશે
- ‘HOME PAGE’ વિકલ્પ પર, Check Status Application માટે એક બટન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Reference ID અથવા ટ્રેકિંગ નંબર દાખલ કરો.
- પ્રક્રિયાના અંતે પહોંચવા પર, તમને જાણ કરતો સંદેશ દેખાશે કે વિનંતી પહેલાથી જ નોંધાયેલ છે અને હવે તેની પ્રક્રિયા ચાલુ છે.
Aadhar card સાથે voter Id લિંક કરવાના ફાયદા
Benefits Of Link Voter Id With Aadhaar Card
- આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા થી, જે તે વ્યક્તિ કે જે ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ ધરાવે છે તે પકળાયી જશે
- એક કરતા વધુ ચૂંટણી કાર્ડ ધરાવવું તે કાયદાકીય ગુનો છે, જેનો નિકાલ આધાર કાર્ડ લિંક કરવા થી થયી શકે છે
- ચુટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાથી તમને ભવિષ્યમાં સીમલેસ સેવાઓ મેળવવામાં મદદ મળી શકે છે.
- આ પ્રક્રિયાથી બેન્કિંગ સેક્ટરમાં પણ ઘણો જ ફાયદો થશે.
સારાંશ :
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
પ્રશ્ર્ન 1: શું આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવુંફરજીયાત છે ?
ભારત સરકારે હજુ સુધી આધાર અને EPICને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું નથી. જો કે, આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
પ્રશ્ર્ન 2: Voter ID ને આધાર સાથે લિંક કરવા માટે કોઈ ફી છે?
ના, મતદાર ID ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.