e-PAN Card
Useful Tips

e-PAN Card – પાનકાર્ડ ફક્ત 10 જ મિનિટમાં મેળવો ઓનલાઈન મોબાઈલથી | pancard

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

e-PAN Card પાનકાર્ડ ફક્ત 10 જ મીનીટમાં મેળવો : પાનકાર્ડએ આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંકથી લઈને, ઇન્કમ ટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડ ફરજીયાત છે. અમુક નાણાકીય વ્યવહારો પાનકાર્ડ વગર અટકી જાય છે. અત્યારે એક સુવિધા શરૂ કરવામાં અઆવી છે. જેના દ્વારા આધારકાર્ડની મદદથી ફક્ત 10 જ મીનીટમાં પાનકાર્ડ ઓનલાઈન કઢાવી શકાય છે.

e-PAN Card
e-PAN Card

e-PAN Card | પાનકાર્ડ ફક્ત 10 જ મિનિટમાં મેળવો

  પોસ્ટ નામ   પાનકાર્ડ ફક્ત 10 જ મીનીટમાં મેળવો
  ઓર્ગેનાઈઝેશન   ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ
  પ્રકાર   દસ્તાવેજ
  સત્તાવાર વેબ સાઈટ   incometax.gov.in
  સુવિધા   ઓનલાઈન

 

e-PAN Card | પાનકાર્ડ ફક્ત 10 જ મિનિટમાં મેળવો તમારું PAN Card

કેન્દ્રીય બજેટ 2020માં, નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ ટૂંક સમયમાં તાત્કાલિક પાન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે પાનકાર્ડ ફાળવવાની પર્ક્રીયાને સીધી ને સરળ બનાવવા માટે, અમે ટૂંક સમયમાં એક એવી સિસ્ટમ શરૂ કરશું. આ યોજના નાણામંત્રી દ્વારા 28 મેના રોજ શરૂ કરવામાં આવી હતી. જો તમારી પાસે આધારકાર્ડ છે. અને મોબાઈલ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ડેટાબેઝમાં નોંધાયેલ છે તો તમે સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકો છો.

CBDT ના માધ્યમથી આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ યોજના ને e-panના નામ રાખવામાં આવ્યું છે. આ સુવિધા ચાલુ થયા પછી, હવે તમે કોઈપણ ફી વિના તમારો ઈલેક્ટ્રોનિક પાન નંબર મફતમાં મેળવી શકો છો. આવકવેરા વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત પહેલા, 12 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે નાણા મંત્રાલયની મંજુરી પછી, તે બધા માટે શરૂ કરવામાં આવી છે.

e-PAN Card | આવો PAN Card વિષે જાણીએ

પાનકાર્ડએ આપણો એક અગત્યનો પુરાવો છે જેના ઉપયોગ આપણે બેંક, રીટર્ન ફાઈલ, લોન વગેરે સેવાઓ માટે ઉપયોગમાં લઈએ છીએ. પાનકાર્ડમાં 10 અંકનો આલ્ફાન્યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ થાય છે. પાનકાર્ડ ભારતમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ લેમિનેટ કાર્ડ વડે બનાવવામાં આવે છે. જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.

e-PAN Card | PAN Cardનું પૂરું નામ

PAN Card એટલે Permanent Account Number (પાનકાર્ડ – પર્મેન્ટ એકાઉન્ટ નંબર)

e-PAN Card | ફક્ત 10 જ મિનિટમાં મેળવો | PAN Cardનો ઉપયોગ

 • પાનકાર્ડમાં નામ, ફોટો અને સહી હોય છે તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે.
 • પાનકાર્ડનો મુખ્ય ઉપયોગ આવકવેરો એટલે કે રીટર્ન ભરવા માટે થાય છે. પાનકાર્ડમાં દર્શાવેલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડવામાં આવે છે જેના વડે તમારી તમામ લેવડ-દેવડની નોધ લઈ શકાય અને કર ચોરી અટકાવી શકાય.
 • હાલમાં તમામ બેન્કોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50 હજારથી વધે તે સમયે કોઈ તકલીફ ન પડે.
 • પાનકાર્ડનો ઉપયોગથી તમે અન્ય વ્યવહારો કરી શકો છો જેવા કે નોકરી કરતો વ્યક્તિનો પગાર 50 હજારથી વધુ હોય તે સમયે પાનકાર્ડ જરૂરી બને છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંકમાં જ જમા કરવાનો હોય છે.
 • બેંકમાં લોન લેતી વખતે પાનકાર્ડ અગત્યોનું પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે.
 • મકાન બનાવવા, પ્રોપર્ટી ખરીદવા કે વેંચતી વખતે પાનકાર્ડ એક અગત્યનો પુરાવા તરીકે ગણવામાં આવે છે.
 • જો તમે NRI છો તો તમે સરળતાથી પાનકાર્ડની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો.

e-PAN Card મેળવો ફક્ત 10 જ મિનિટમાં

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં મેળવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ પાનકાર્ડ આધારકાર્ડની મદદથી મળે છે.

e-PAN Card માટે ઓનલાઈન અરજી કરો વિગતવાર

સ્ટેપ 1 : સૌપ્રથમ આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ-> incometaxindiaefiling.gov.in

સ્ટેપ 2 : હવે Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3 : પછી Get New e-PAN બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ બોક્સ ખુલશે જેમાં 12 અંકનો આધારકાર્ડ નંબર નાખો અને આપેલ ચેક બોક્સમાં ટીક માર્ક કરી Continue બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : તે પછી OTP Validation બોક્સ ખુલશે જેમાં સુચના વાંચી ટીક માર્ક કરી Continue બટન પર ક્લિક કરો.

સ્ટેપ 6 : આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી Continue

 • OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે.
 • તમારી પાસે સાચો OTP દાખલ કરવા માટે 3 પ્રયાસો છે.
 • સ્ક્રીન પર OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવે છે કે OTP ક્યારે સમાપ્ત થશે.
 • OTP ફરીથી મોકલો પર ક્લિક કરવા પર, એક નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.

સ્ટેપ 7 : Validate Aadhaar Details બોક્સ ખુલશે જેમાં માહિતી ચેક કરો અને કંડીશન સ્વીકારો અને ટીક માર્ક કરી Continue.

 • ઇમેઇલ ID (તમારા આધાર સાથે નોંધાયેલ) લિંક કરવું / માન્ય કરવું વૈકલ્પિક છે.
 • જો તમે આધારમાં તમારું ઈમેલ આઈડી અપડેટ કર્યું છે પરંતુ તે માન્ય નથી થયું, તો ઈમેલને માન્ય કરો પર ક્લિક કરો. વેલિડેટ ઈમેઈલ આઈડી પેજ પર, આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
 • જો તમે આધારમાં તમારું ઈમેલ આઈડી અપડેટ કર્યું નથી, તો લિંક ઈમેલ આઈડી પર ક્લિક કરો. વેલિડેટ ઈમેઈલ આઈડી પેજ પર, આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

સ્ટેપ 8 : ત્યારબાદ Select & Update PAN Details બોક્સ ખુલશે જેમાં Successfully e-PANનો મેસેજ ડિસ્પ્લે થશે.

સ્ટેપ 9 : છેલ્લે મોબાઈલ પર SMS દ્વારા માહિતી આપવામાં આવી હશે જે સાચવીને રાખવી.

 

e-PAN Card સ્ટેટ્સ ચેક કઈ રીતે કરવું? | e-PAN Card ડાઉનલોડ કઈ રીતે કરવું?

સ્ટેપ 1 : સૌપ્રથમ આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ-> incometaxindiaefiling.gov.in

સ્ટેપ 2 : હવે Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3 : ત્યારબાદ Check Status / Download PAN બોક્સમાં Continue બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4 : તે પછી 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખો અને Continue બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી Continue

 • OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે.
 • તમારી પાસે સાચો OTP દાખલ કરવા માટે 3 પ્રયાસો છે.
 • સ્ક્રીન પર OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવે છે કે OTP ક્યારે સમાપ્ત થશે.
 • OTP ફરીથી મોકલો પર ક્લિક કરવા પર, એક નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.

સ્ટેપ 6 : હાલના પાનકાર્ડનું સ્ટેટ્સ દેખાડશે. પાનકાર્ડ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો

e-PAN Card મોબાઈલથી કેવી રીતે બનાવવું?

આધાર આધારિત ઇ-કેવાયસી સેવા દ્વારા ઇન્સ્ટન્ટ PAN સુવિધા શરૂ કરવામાં આવી છે, પાન કાર્ડ અરજદાર તેની મદદથી આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઈને ઉપર આપેલા સરળ સ્ટેપને અનુસરીને તેના ઇલેક્ટ્રોનિક PAN (e-PAN)ની નોંધણી કરાવી શકે છે. મોબાઇલ અથવા કમ્પ્યુટર થી પાનકાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે.

પાનકાર્ડ માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://www.pan.utiitsl.com/

e-PAN Card શુ છે?

e-PAN Cardએ ડિજિટલી હસ્તાક્ષરિત પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ (પાનકાર્ડ) છે જે આવકવેરા વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જારી કરવામાં આવે છે.

e-PAN Card જરૂરી લિંક

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં   અહીં ક્લિક કરો 
સત્તાવાર વેબસાઈટ   અહીં ક્લિક કરો
હોમ પેજ   અહીં ક્લિક કરો

e-PAN Card એક દિવસમાં કેવી રીતે બનાવવું?

હાલમાં જ શરૂ કરવામાં આવેલ આધાર આધારિત ઈ-કેવાયસી દ્વારા, તમે ઈન્સ્ટન્ટ પાન કાર્ડ મેળવી શકો છો, આ સુવિધા દ્વારા તમે તમારો PAN એક દિવસમાં નહીં પરંતુ માત્ર 10 મિનિટમાં મેળવી શકો છો, જેની વિગતવાર માહિતી ઉપર આપવામાં આવી છે.

પાનકાર્ડ ખોવાઈ જાય તો બીજીવાર નવું પાનકાર્ડ બનાવી શકાય છે?

ના | ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, વ્યક્તિને માત્ર એક જ પાન કાર્ડ આપવામાં આવે છે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.

PAN Cardનું પૂરું નામ શું છે?

PAN Cardનું પૂરું નામ છે :– Permanent Account Number

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *