e-FIR વાહન-મોબાઈલ
Useful Tips

e-FIR વાહન-મોબાઈલ ચોરાય તો ઘેર બેઠા આ રીતે કરો ફરિયાદ, 48 જ કલાકમાં મળશે જવાબ.

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

e-FIR વાહન-મોબાઈલ :જો તમે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાનો ડર લાગે છે, જેથી તમે ફરિયાદ નથી કરતા. તો હવે ચિંતા ના કરો. હવેથી જનતાએ વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ નોધાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂરત નથી.

હવે નાગરીકોએ મોબાઈલ કે વાહન ચોરીની બાબતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહિ પડે. આ e-FIR દ્વારા હવેથી 48 કલાકમાં જ જનતાને પોલીસે જવાબ આપવો પડશે. અને પ્રથમ દિવસથી જ ફરિયાદ પણ ઓનલાઈન ટ્રેક કરી શકાશે.

ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલી e-FIR ઓનલાઈન સેવા દ્વારા રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ નોધાવી શકશે. સામાન્ય રીતે આમ નાગરિકના મનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા જતા એક ડર હોય છે. કે કદાચ પોલીસ સ્ટેશન સરખો જવાબ નહિ મળે તો, આપણે વારંવાર ધક્કા ખાવા પડશે, વાહનચોરી તેમજ મોબાઈલ ચોરી જેવા કેસમાં ક્યારેય ફરિયાદ ન લેવી એવા કિસ્સામાં જનતાએ ધક્કા ખાવા પડે છે. અંતે વ્યક્તિ ક્યારેક કંટાળી જાય છે. અને તે એવું વિચારવા લાગે છે. કે, આખરે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા ને ધક્કા ખાવા પડ્યા અહીં આવ્યા ના હોય તો સારું હતું. પરંતુ હવે ગુજરાતની જનતાના મનમાં રહેલી આ માનસિકતા દુર કરવાનો સરકાર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.   

e-FIR વાહન-મોબાઈલ લોકોને મળતી રાહત :-

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલોસની કામગીરીને ઓનલાઈન કરવા e-FIRની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં નાગરિક તે પોતે જ ઓનલાઈન FIR કરી શકે છે. અને FIR કર્યા બાદ 48 કલાક બાદ પોલીસ સ્ટેશનના PI ફરિયાદીનો સંપર્ક કરશે અને ત્યારબાદ જે-તે મામલે તપાસ શરૂ કરશે. આ System શરૂ થવાથી નાની-નાની ફરિયાદો માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂરત નથી.

આ પણ વાંચો : તમારી જમીનના 7/12 અને 8-અ ના દાખલાની નકલ મેળવો ઓનલાઇન | ojasjobsalert.com પર

e-FIR વાહન-મોબાઈલ ચોરાય તો ઘેર બેઠા આ રીતે કરો ફરિયાદ, 48 જ કલાકમાં મળશે જવાબ.

જુઓ e-FIR વાહન-મોબાઈલ કેવી રીતે કામ કરશે?

 • e-FIR વાહન-મોબાઈલ માટે સિટીઝન પોર્ટલ પર રજિસ્ટર કરવું અથવા સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવી.
 • FIR માટે ફરિયાદનું પેજ ઓપન કરી જે-તે વિસ્તારની ફરિયાદ નોંધાવવી હોય તે પોલીસ સ્ટેશનને સિલેક્ટ કરો.
 • પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યા બાદ ફરિયાદ લખવાની રહેશે.
 • ઓનલાઇન ફરિયાદ લખ્યા બાદ ફરિયાદની પ્રિન્ટ કાઢવી અને તેની પર સહી કરીને તેને ફરીથી અપલોડ કરવાની રહેશે.
 • ફરિયાદ અપલોડ કર્યા બાદ ફરિયાદીને SMS અથવા તો e-mailથી જાણ કરવામાં આવશે.
 • પોલીસને અરજી મળ્યા બાદ પોલીસ ફરિયાદીનો 48 કલાકમાં સંપર્ક કરશે.

જુઓ e-FIR વાહન-મોબાઈલ થી શું ફાયદા થશે?

 • e-FIR વાહન-મોબાઈલ થી સમયની બચત થશે.
 • ફરિયાદીએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે.
 • સમયમર્યાદામાં ફરિયાદ પર કાર્યવાહી થશે.
 • પ્રથમ દિવસથી જ ફરિયાદ ઓનલાઇન ટ્રેક કરી શકાશે.
 • ભ્રષ્ટાચારને રોકવામાં ફાયદો થશે.
 • સામાન્ય ફરિયાદોમાં પણ તાત્કાલિક એક્શન લેવાશે.
 • નાગરિકોના સમયની પણ બચત થશે.
 • જો કે, હાલ તો હવે સરકારે e-FIRની સુવિધા શરૂ તો કરી છે. પરંતુ આગામી દિવસોમાં નક્કી કરેલા નિયમો મુજબ કામ થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

જાણો e-FIR વાહન-મોબાઈલ સંપૂર્ણ માહિતી કે તે કેવી રીતે કામ કરે છે :-

 • e-FIR વાહન-મોબાઈલ આ સુવિધા તેવા જ સંજોગોમાં જ મેળવી શકશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય અને ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ના થયી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIR રૂપાંતરીત કરવામાં આવશે.
 • ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail કે SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
 • જ્યાં બનાવ બન્યો છે તે બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
 • પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી e-gujcopના યુઝર ID થી login કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની સમય મર્યાદામાં પ્રાથમિક સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોપાંશે ત્યારે તપાસ અધિકારી અને સાથે-સાથે ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે SMS અથવા E-Mail થી જણાવવામાં આવશે.
 • જેતે તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતા તે સૌપહેલા આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમય મર્યાદામાં ફરિયાદનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરશે કે તે ખરા છે કે નહિ એ તેમજ વાહન કે મોબાઈલ ફોન ચોરીના બનાવ બન્યા ની જેતે જગ્યા/સ્થળની મુલાકાત લેશે. આ બધી જ પ્રક્રિયા e-FIR અપલોડ થશે. અને તેના અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ e-FIR અંગેનો પ્રાથમિક તપાસનો અહેવાલ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જને મોકલી આપશે.
 • તે પછી સ્ટેશન અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની અંદર e-FIRની ખરાયી કરશે. e-FIR ની વિગત સાચી હોય તો e-Gujcopમાં FIR દાખલ કરશે. જો બનાવનું સ્થળ પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. અને જો e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
 • Citizen portal-citizen first મોબાઈલ app પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં સ્ટેશન અધિકારીએ તેનો નિકાલ કરી દેવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડીંગ e-FIR હોવા અંગેનો SMS અને e-mail તરતજ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને મોકલી દેવામાં આવશે.

 • આવી રીતે e-FIR સંદર્ભે પાંચ દિવસમાં છેલા નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહિ આવે તો e-FIR ને e-Gujcop દ્વારા FIRનો ધોરન્સરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને સ્ટેશન અધિકારી તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

 • આ ઉપરાંત e-FIR અંગે 120 કલાકની સમય મર્યાદામાં કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર- નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન થયી હોય. તો ચોક્કસ સમય મર્યાદામાં e-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIR માં દર્શાવામાં આવશે.

 • ફરિયદિએ citizen portal પર જયીને રજીસ્ટર કરાવી વહન કે ફોન ની ચોરી અંગે ફરિયાદ સંદર્ભેનિ વિગતો ભરી ઓન-લાઇન અપલોડ કરવાની રહેશે. ઓન-લાઇન અરજી કરતી વખતે આપવામા આવેલ અરજીની પ્રિંન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની અહેશે. ફરિયાદને E-Mail-SMSથી ફરીયાદ અરજી મળ્યાની જાણ થશે.
 • બનાવ જગ્યાની વિગતમા ફરીયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનુ નામ લખવામા આવ્યુ હોય તે પોલીસ સ્ટેશનમા e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનુ નામ ન જણાવ્યુ હોય તો જે-તે પોલીસ કમિશ્નર કે પોલીસ અધિક્ષકની ઓફિસે કે કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર ની કચેરી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

 • પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા અધિકારી e-Gujcopના user ID થી login કરીને પોર્ટલ વર્કલિસ્ટમા તે e-FIR જોઇ શક્શે અને કોઇ પણ સંજોગોમા ૨૪ કલાક્મા પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા અધિકારી તે કર્મચારીને મોકલી દેશે. જે-તે પોલીસપોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને તપાસ સોઁપશે ત્યારે તપાસ અધિકારી અને સાથે-સાથે ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે SMS અથવા E-Mailથી જાણ કરવામાં આવશે.

દરરોજ આવી મહીતી માટે અમારા Whatsapp ગ્રુપમા જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *