NEWS

પેન્શન યોજના લાગુ કરવા રાજ્ય સરકાર સહમત પણ શરતો લાગુ | કુટુંબ પેન્શન યોજના 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

પેન્શન યોજના : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, પગાર પંચ-ભથ્થા સહિતની 15 માગણીઓ સ્વીકારી, આંદોલન સમેટાયું.

 • જૂની પેન્શન યોજના નો ઠરાવ સ્વીકાર્યો.
 • પગાર પંચ-ભથ્થા સહીતની 15 માંગણીઓ સ્વીકારી.
 • માસ CL-પેનડાઉન સહીતના સરકાર વિરોધી તમામ કાર્યક્રમ સ્થગિત.
 • ગુજરાતમાં સરકારી કર્મચારીઓના આંદોલનની આગ ઠરી.
 • 15 માંગ પર મંડળો સાથે બેઠક કરી સહમતી સધાઈ.
 • સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ.
 • જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી.

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ માટે આંદોલનના કરી રહ્યા હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ CL પર ઉતરી જવાના હતા. જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની માંગ સ્વીકારી લીધી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે. કે સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો અને તેને સ્વીકારવામાં આવી છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.

શું હતી 15 માંગો?

 • જૂની પેન્શન યોજના 
 • કેન્દ્રના ધોરણે તા- 1/4/2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત
 • કેન્દ્રનો 2009નો કુંટુંબ પેન્શનનો ઠરાવ
 • CPFમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવા 
 • કેન્દ્ર સરકારના ધોરણે ભથ્થા અને લાભ આપવા
 • સાતમા પગાર પંચના બાકી ભથ્થા તા 11/1/2016ની અસરથી લાગુ કરાવી
 • રહેમરાહે નિમાયેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભ માટે સંગળ ગણવી 
 • 1 એપ્રિલ 2019થી નોકરી સળંગ ગણવી
 • મેડીકલ ભથ્થુ 300ને બદલે સાતમા પગારપંચ મુજબ 1000 કરવામાં આવશે
 • કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ
 • શૈક્ષણિક કેડર સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારની માફક 10,20 અને 30 ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા માટેનો ઠરાવ
 • અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી
 • 45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે
 • અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું
 • CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
 • ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા
 • કર્મચારીઓના નિવૃતિના વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજ દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવો
 • CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
 • હાલ 50 હજાર, 1 લાખ, 2 લાખ અને 4 લાખ છે તેના બદલે 2.50 લાખ, 5 લાખ, 10 લાખ અને 20 લાખનો ઠરાવ કરવો
 • જૂથ વિમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવો તથા તે પ્રમાણે વિમા કવર વધારવું
 • મહિલા કર્મચારીઓને પ્રસૃતિના કેસમાં મૂળ નિમણૂંક તારીખથી જ પુરા પગારી પ્રસૃતિની રજા મળશે
 • વ્યાજદરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમત, અંદાજિત 6 લાખ જેટલો ફાયદો થશે 
 • નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા બાબતે ઠરાવ
 • 2006 પછીના ફિક્સ પગાર નીતિથી જોડાયેલ કર્મચારીઓને તા 1 એપ્રિલ 2019ની અસરથી સળંગ સિનિયોરિટીનો લાભ આપવો

જીતુ વાઘાણી :- જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકાર્યો

સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું, કે આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL  પર જવાના હતા. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા. તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. બધા જ કર્મચારિયો ભાજપ ના પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી.

કઈ કઈ માંગણી સ્વીકારાઈ.

 • જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા.
 • તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે.
 • 2005 પહેલા કર્મીને જૂની પેન્શન યોજનાનો લાભ.
 • રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી.
 • કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો.
 • કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ.
 • અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી.
 • 45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે.
 • મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે.
 • ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા.
 • CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ.
 • અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું.
 • જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે.

સંયુક્ત કર્મચારી મોરચો :- અમારી મુખ્ય 15 માગણીઓ હતી જેમાં મોટાભાગની સરકારે સ્વીકારી.

સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે. અને તેમના જણાવ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

ભીખાભાઇ પટેલ :- કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ થઈ.

સરકારી કર્મચારીઓની માંગણીઓને લઇ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે જૂની પેન્શન યોજનાનો ઠરાવ અંગે સકારાત્મક નિર્ણય કરી કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારવામાં આવ્યો છે.રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણાશે. કર્મચારી જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે. મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે. તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે. કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ છે. અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી. 45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે. ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા રહેશે. અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું છે. CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ છે. કર્મચારી જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે.

લેવામાં આવેલા નિર્ણયો.

 • ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે. 
 • કેન્દ્રના ધોરણે તા. 1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. આ ઉપરાંત સી.પી.એફમાં 10 તકને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેદવારમાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારી ના હિત લક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે. તથા વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે.
 • કર્મચારીઓ નોકરી ચૂડે ત્યારે એટલે કે તે નિવૃત થાય તે સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડો થયો સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તામાં ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજીત રૂ.6 લાખ જેટલો સંભવત ફાયદો થશે. CCC પરીક્ષાની મુદત DEC-2024 સુધી લંબાવવામાં આવશે.આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવા માં આવ્યો છે.
 • કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડીકલ ભથ્થું આપવામાં આવશે.કે જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામેં કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
 • વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તે.18 જાન્યુઆરી 2017 ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નીતિમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે. તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1લી એપ્રીલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
 • મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
 • તથા રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે. તા.27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
 • રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિત માટે ના નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

આંદોલનને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું કે, કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે. 7મા પગારપંચના બાકીના ભથાનો લાભ મળશે. જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. અનેક રાજ્યમાં સાતમ પગાર પંચનો અમલ નથી થયો સોમવારથી આંદોલનકારીઓ કામ પર લાગશે. સંવાદથી જ બધી સમસ્યાનું સમાધાન થાય છે. તેથી સરકાર ખુલ્લા મને કરી રહી છે વાતચીત. 2009 ના આ ઠરાવને રાજ્ય સરકાર પણ હવે સ્વીકારશે. બીજો 1-4-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને CPFમાં 10 ના બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.

રાજ્યની સરકારી કચેરીઓના કર્મચારીઓ :-

 • સરકારી સંસ્થાઓ, શાળાઓ, કોલેજોના કર્મચારીઓ.
 • નગરપાલિકાઓના કર્મચારીઓ.
 • બિન સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓ- શાળાઓ-કોલેજોના કર્મચારીઓ.
 • બોર્ડ-નિગમના અધિકારી-કર્મચારીઓ.
 • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કર્મચારીઓ.

સારાંસ :-

Hello! મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને આ આર્ટીકલ તમને મદદ રૂપ બને તેવી અમે ચોક્કસ પણે કોશીસ કરી છે આશા છે કે આ આર્ટીકલ તમને મદદ રૂપ બને.

જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય

તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.

કોઈ મુજવણ હોયતો નીચે ‘Comment’ કરીને જરૂરથી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *