
આધારકાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા 10 મિનિટમાં: જન્મ તારીખ, નામ તથા સરનામું વગેરે…
આધારકાર્ડ માં સુધારો : જો તમારે આધાર કાર્ડ માં સુધારો કરવો છે. તો તમારે હવે ક્યાય જવાની જરૂરત નથી. હવે તમે ઘર બેઠા આધારકાર્ડમાં સુધારો કરી શકો છો. તમે જાતે જ ઓનલાઈન આધારકાર્ડમાં સુધારો કરી શકો છો. તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, જાતી વગેરે,જેવા સુધારા કરી શકો છો. અને આ સુધારા તમે આધારકાર્ડ ની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જઈને ઘરે બેઠા ઓનલાઇન સુધારો કરી શકો છો.
આધારકાર્ડ માં સુધારો ખુબ જ જરૂરી છે, કારણ કે આધારકાર્ડ નો ઉપયોગ ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. જેમાં સાચી માહિતી હોવી ખુબ જરૂરી છે. હવે તમારે આધારકાર્ડ સુધારણા કરાવવા માટે આધારકાર્ડ ઓફીસમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ કે લેપટોપથી પણ આધારકાર્ડમાં ફેરફાર કરી શકો છો. આ માટે, તમારે સત્તાવાર uidai.gov.in પર જવું પડશે અને સુધારણા પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
જેમ કે તમે પહેલા થી જ જાણો છો કે આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ઓળખ કાર્ડ તરીકે કામ કરે છે. આધારકાર્ડ તમામ નાગરિકો માટે ખુબજ જરૂરી છે. કેમ કે સરકાર દ્વારા આધારકાર્ડને તમામ લોકો માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. આધારકાર્ડ બનાવતી વખતે ઘણી વખત ભૂલો થાય છે. ભૂલો એવી થાય છે, કે નામ ખોટું થયી ગયું હોય કે સરનામું ખોટું થયી ગયું હોય. તેવા વગેરે જેવી ભૂલો પડે છે. આવી સ્તીથીમાં નાગરિકો માટે આધારકાર્ડમાં સુધારો કરવો એ ખુબજ જરૂરી છે. જેથી આજે અમે તમને આધારકાર્ડમાં તમારું નામ કે સરનામું વગેરે કેવી રીતે સુધારવું તેની સપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.
આધારકાર્ડ માં સુધારો કરવા તથા આધાર કાર્ડ નવું કઢાવવા, આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવા, આધારકાર્ડમાં નામ નો સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ સુધારી શકો છો. આધાકાર્ડમાં તમામ સુધારા-વધારા કર્યા બાદ આધારકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. અને તેની માટે UIDAI દ્વારા તેની સેવાઓમાં ખૂબ સરસ કરવામાં આવી છે.
આધારકાર્ડ માં સુધારો હવે ઘરે બેઠા કરો 10 મિનિટમાં
Table of Aadhaar Correction ↓
સેવાનો પ્રકાર | આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરવું |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજના મુખ્ય ઉદ્દેશ | ભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આધારકાર્ડ Download કરી શકે તેવો ઉદ્દેશ છે. |
લાભાર્થી | ભારતના તમામ નાગરિક |
UIDAI Official Website | અહીં ક્લિક કરો |
myAadhar Website | અહીં ક્લિક કરો |
Download Aadhar Card Link | અહીં ક્લિક કરો |
આધાર કાર્ડ ના ફાયદા શું છે તે જાણીએ :-
આપણને દરેક જગ્યાએ આધારકાર્ડનો લાભ મળે છે, તેથી તેને બનાવવું ખુબ જ જરૂરી છે. અમે નીચે આપેલ યાદીમાં આધારકાર્ડના ફાયદા વિષે જણાવી રહ્યા છીએ.
- કોઈપણ સરકારી નોકરી માટે અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે.
- આધાર કાર્ડ દ્વારા તમે સરકારી અને બિનસરકારી, મોબાઈલ ફોન કનેક્શન, બેંકિંગ વગેરે જેવી સુવિધાઓ મેળવી શકો છો.
- જો આપણે આવકનું પ્રમાણપત્ર, નિવાસી પ્રમાણપત્ર, પાન કાર્ડ વગેરે જેવા કોઈ દસ્તાવેજ બનાવવા માટે અરજી કરીએ છીએ, તો તેના માટે પણ આપણને આધાર કાર્ડની જરૂર છે.
- આધાર કાર્ડ નંબર વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે.
- આધાર કાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે અને તેમાં ઓનલાઈન માધ્યમથી કરેક્શન પણ કરી શકાય છે.
- આધાર કાર્ડ ફિંગર પ્રિન્ટ બેઝ (બાયોમેટ્રિક) છે.
આધારકાર્ડ માં સુધારો ની સંપૂર્ણ માહિતી વિગતવાર તમને જણાવવામાં આવશે જેમ કે,
- આધાર કાર્ડ સુધારો કેવી રીતે કરી શકું?
- આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
તમારા બધા જ પ્રશ્નોના જવાબ અમે તમને આ આર્ટીકલ દ્વારા તમામ માહિતી જણાવી રહ્યા છીએ. જો તમે પણ આધારકાર્ડ સુધારણા કરાવવા માંગો છો, તો સંપૂર્ણ પ્રક્રિયાને સમજવા માટે અંત સુધી આર્ટીકલ વાંચો.
આધારકાર્ડ માં સુધારો ઓનલાઇન કરવા કઈ કઈ માહિતી બદલી શકાય છે?
- વ્યક્તિનું નામ
- પિતાનું નામ
- મોબાઇલ નંબર જનરેટ કરો
- સરનામું
- ફોટો
- જન્મ તારીખ
- લિંગ (સ્ત્રી-પુરુષ)
આધાર કાર્ડ સુધારવા માટે જરૂર પુરાવા :-
આધારકાર્ડમાં સુધારા કરવા તથા આધારકાર્ડ બનાવવા માટે કેટલાક પુરાવાની જરૂરત પડે છે, જે આપણે અગાઉથી તૈયાર કરવાના હોય છે, તે પુરાવાની માહિતી નીચે જણાવવામાં આવી છે.
- મતદાર આઈડી
- ડ્રાયવીંગ લાઇસન્સ
- 10મી/12મી માર્કશીટ
- પાન કાર્ડ
- રેશન કાર્ડ
- યુનિવર્સિટી માર્ક શીટ
- ક્રેડીટ કાર્ડ
- બેંક એકાઉન્ટ
- અપંગતા ઓળખ કાર્ડ
- છેલ્લા ત્રણ મહિનાનું વીજ બિલ
- પોસ્ટ વિભાગ દ્વારા સરનામું કાર્ડ
આવી જ અવનવી પોસ્ટ વાંચવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ
આધાર કાર્ડમાં નામ સરનામું ફેરફાર કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ssup.uidai.gov.in પર જાઓ.
- હોમપેજ પર અપડેટ આધાર વિકલ્પ પર ‘ક્લિક’ કરો.
- તે પછી એક નવું પેજ ખુલશે, અહીં તમારા ’12 અંકના આધાર નંબર’થી લોગિન કરો.
- હવે સામે દર્શાવેલ કેપ્ચા દાખલ કરો અને ‘Send OTP’ પર ‘ક્લિક’ કરો.
- આધાર કાર્ડ સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર એક ‘OTP’ આવશે.
- ત્યારબાદ ‘OTP’ દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે.
- નવા પૃષ્ઠ પર, તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે તમારું સરનામું, જન્મ તારીખ, નામ અને જાતિ.
- ત્યારબાદ તમને નામથી એડ્રેસ અને E-Mail એડ્રેસ સુધી અપડેટ કરવાનો વિકલ્પ મળશે.
- હવે જો તમે તમારું સરનામું બદલવા માંગતા હો, તો એડ્રેસ પર ‘ક્લિક’ કરો
- સૌથી અગત્યનું, સરનામું અપડેટ કરવા માટે તમારી પાસે ‘ID પ્રૂફ’ હોવું આવશ્યક છે.
- આઈડી પ્રૂફ તરીકે તમે પાન કાર્ડ, ડીએલ, વોટર આઈડી અથવા રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
- વિનંતી કરેલ માહિતી ભર્યા પછી, એક વેરિફિકેશન ‘OTP’ આવશે અને તેની ચકાસણી કરો અને સેવ બદલો.
આધાર કાર્ડ સુધારો માં જન્મતારીખ સુધારવાની પ્રક્રિયા :-
- સૌ પ્રથમ સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ એટલે કે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાઓ.
- ત્યારબાદ ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો.
- હવે તમારે તમારો ’12 અંકનો આધાર નંબર’ દાખલ કરવો પડશે અને ‘કેપ્ચા કોડ’ની ચકાસણી કરવી પડશે.
- તે પછી, સેન્ડ ઓટીપી ઓપ્શન પર ‘ક્લિક’ કરો. તે તમારા મોબાઈલ ફોન પર આવશે.
- પોર્ટલમાં પ્રાપ્ત ‘OTP’ દાખલ કરો અને ‘લોગિન’ કરો.
- હવે ડેટ ઓફ બર્થ ઓપ્શન પર ‘ક્લિક’ કરો.
- હવે તમારી સામે જે પેજ ખુલશે તેના પર તમે જે ફેરફાર કરવા માંગો છો તે કરી શકો છો.
- વિનંતી કરેલ માહિતી દાખલ કર્યા પછી, સબમિટ કરો અને ફેરફારો સાચવો પર ‘ક્લિક’ કરો.
Important Link ↓
UIDAI Govt Official Website | અહીં ક્લિક કરો |
Download Aadhar Card | ડાઉનલોડ કરો |
Order Aadhar PVC Card | ઓર્ડર કરો |
Locate Enrolment Center | અહીં ક્લિક કરો |
Verify Aadhaar | અહીં ક્લિક કરો |
Home Page | અહીં ક્લિક કરો |
આધારકાર્ડ માં સુધારો લગ્ન પછી કેવી રીતે કરવો?
લગ્ન પછી તમે તમારું આધારકાર્ડ માં સુધારો ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે કરી શકો છો. લગ્ન પછી છોકરીઓ પોતાના પતિનું નામ પોતાની સાથે જોડે છે. પરંતુ જો તમે તેને સત્તાવાર રીતે બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને બધા પુરાવામાં પણ અપડેટ કરવું જરૂરી છે, નહીં તો તમારા ઘણા કામ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે, આધારકાર્ડમાં નામ બદલવું એ એક સીધી અને સરળ પ્રક્રિયા છે, જેને અનુસરીને તમે પુરાવા પણ અપડેટ કરી શકો છો
આધારકાર્ડ માં સુધારો સરનેમ ઓનલાઈન બદલો
Step 1: સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ની મુલાકાત લેવી પડશે.
Step 2: વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમારે તમારા આધાર નંબર સાથે સાઇન-ઇન કરવું પડશે.
Step 3: આ પછી, નામ બદલવાનો વિકલ્પ પસંદ કરીને, તમારી અટક બદલો. તમને જણાવી દઈએ કે, તમે નામ અને અટક બંને પણ બદલી શકો છો.
Step 4: અટક બદલવા માટે, તમારે વિનંતી કરેલ તમામ દસ્તાવેજો સબમિટ કરવા પડશે, તે પછી ‘ઓટીપી મોકલો’ વિકલ્પ પસંદ કરો.
Step 5: તમે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP દાખલ કરો કે તરત જ નામ બદલવાનું ફોર્મ સબમિટ કરવામાં આવશે.